ઘાબાજરીયું | Cat tails | Typha angustifolia

ઘાબાજરીયું
ઘાબાજરીયું

→ અંગ્રેજી નામ : Cat tails

→ વૈજ્ઞાનિક નામ : Typha Angustifolia

→ ઘાબાજરીયું ૨ થી ૪ મીટર સુધીની ઉંચાઇ ધરાવતો બહુવર્ષાયુ પ્રકારનો છીછરા પાણીમાં થતો છોડ છે.

→ તેનું પ્રસર્જન બી, પ્રકાંડ અને કંદ દ્વારા થાય છે.

→ તેના પ્રકાંડ ખૂબ વિકાસ પામે છે.

→ એક ઋતુ દરમ્યાન દરેક પ્રકાંડ ૩ મીટર જેટલો વિકાસ પામે છે અને નવા ૧૦૦ થી પણ વધુ ધાબાજરીયાના છોડ પેદા કરે છે.

→ પાન લાંબા, ઘાટા, 5-12 મી.મી. પહોળા અને મધ્યશિરારહિત હોય છે.

→ તેનું ડૂંડું બિલાડીની પૂંછડી જેવુ હોય છે.

→ એક ડુંડામાં 10000 થી 20000 બીજ હોય છે, જે સુષુપ્ત અવસ્થા ધરાવે છે.

→ મુખ્યત્વે કાદવ-કીચડવાળા તેમજ પાણી ભરાઈ રહેતું હોય તેવા વિસ્તારમાં તેમજ નહેર, ધોરિયા-પાળા, પિયત તથા નિતારની નિકોના કાંઠે જોવા મળે છે.


નિયંત્રણના ઉપાયો

→ નિયંત્રણ માટે ઉનાળામાં નહેર, ખેત તલાવડી, જળાશયો, વગેરેમાંથી પાણીનો નિતાર કરી સુકવવી.

→ પેરાક્વોટ ૨.૦ કિ. સક્રિય તત્વ/હે. મુજબ છંટકાવ કરવાની ભલામણ છે.

→ ઉપરોકત છંટકાવ કરવા છતાં ફરીથી નવી ફુટ આવે તો ૨,૪-ડી ઇથાઇલ એસ્ટર ૨.૦ કિ.ગ્રા. + પેરાક્વોટ ૨.૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે છંટકાવ કરવાની ભલામણ છે

→ રસાયણિક નિયંત્રણ માટે ડાલાપોન 2% દ્રાવણનો છંટકાવ કરવો.

→ ડાલાપોન 15 કિ.ગ્રા. + એમીટ્રોલ 3 કિ.ગ્રા. અથવા એમીટ્રોલ 3 કિ.ગ્રા. + ટીસીએ 10 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર છંટકાવ કરવો.

→ ધોરિયા-પાળા, નિતાર નિકો પર નીંદણ ઉગ્યા પહેલા સીમાઝીન, ડાયુરોન, ગ્યાયફોસેટ કે પેરાક્વોટનો છંટકાવ કરવો.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post