ડાંગર/ચોખા(Paddy)

ડાંગર/ચોખા(Paddy)
ડાંગર (ચોખા)

→ એકદલા (monocot) વર્ગના પોએસી કુળની વનસ્પતિ.

→ ડાંગર અતિશય પ્રાચીન કાળનો પાક છે. તેનો સૌથી પહેલો ઉલ્લેખ 5000 વર્ષ જૂનાં ચીની લખાણોમાંથી મળે છે.

→ ભારતમાં અલ્લાહાબાદ પાસે આવેલ કોલ્ડીવારના પુરાતત્વ સંશોધનમાં મળી આવેલ માટીના વાસણના ટુકડા ઉપર ચોખાના દાણાની છાપ અને દાણા મળી આવ્યાં છે, જે ઈ. સ. પૂ. 6000થી 7000 વર્ષ જેટલાં જૂનાં હોવાનું મનાય છે.

→ હસ્તિનાપુરમાં પુરાતત્વના સંશોધન દરમિયાન ડાંગરના દાણા મળી આવેલ. તે કોલસા-સ્વરૂપે હતા અને ઈ. સ. પૂ. 1000થી 250 વર્ષ જૂના હોવાનું અંદાજવામાં આવે છે.

→ આયુર્વેદીય સંદર્ભપુસ્તક ‘સુશ્રુતસંહિતા’માં ભારતમાં તે વખતે એટલે કે ઈ. સ. પૂ. 1000 વર્ષે થતા જુદી જુદી જાતના ચોખાની વિવિધતાનું વર્ણન છે.

→ પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં યજ્ઞસામગ્રીની જરૂરિયાતમાં ‘ઓદન’ એટલે કે ભાતનો ઉલ્લેખ છે.

→ ચોખાના છોડને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય

  1. વાનસ્પતિક વિભાગ: જેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણો તથા
  2. પ્રજનનવિભાગ, જેમાં પુષ્પવિન્યાસ અથવા કંટીનો સમાવેશ થાય છે.


→ ડાંગર વિશ્વનો અને ભારતનો મહત્ત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છે. વિશ્વમાં અને ભારતમાં મોટા ભાગે લોકો ખોરાકમાં ચોખા (Rice)નો ઉપયોગ કરે છે.

→ ઉત્પાદનમાં ઘઉં પછી ચોખાનો નંબર આવે છે.
→ ડાંગરને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે.
→ ડાંગરના પાક માટે કાંપની ફળદ્રુપ જમીનની જરૂર પડે છે.
→ ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલાં ખેતરોમાં થાય છે.
→ ડાંગર માટે કાળી કપાસની, ચીકણી જમીન અનુકૂળ છે.
→ ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડે છે.
→ ગુજરાતમાં ઉનાળુ પાક તરીકે ડાંગરનું વાવેતર થાય છે.


ડાંગરની ખેતી

→ ડાંગરની ખેતી ધરુવાડિયામાં ધરુ ઉગાડીને તે 35 દિવસનાં થાય ત્યારે ક્યારીમાં રોપીને અથવા બીજને ફણગાવીને સીધા ક્યારીમાં વાવીને કરી શકાય.

→ ધરુની રોપણી કરીને ક્યારીમાં ડાંગર લેવાય તે ‘રોપાણ ડાંગર’ કહેવાય છે.
→ જ્યારે ખેતરમાં વરસાદ આધારિત ડાંગર વાવીને લેવાય તે ‘ઓરાણ ડાંગર’ કહેવાય છે.
→ રોપાણ ડાંગરનું ધરુ વરાપિયું અને વરુડિયું એમ બે રીતે તૈયાર કરવામાં આવે છે.
→ વરાપિયામાં કોરાં બીજ અને વરુડિયામાં બીજ 24 કલાક પાણીમાં પલાળીને વાવવામાં આવે છે.
→ જ્વારાની માફક પ્લાસ્ટિકના ટુકડા ઉપર પણ ધરુ તૈયાર કરવામાં આવે છે જેને ડેપોગ-પદ્ધતિ કહે છે.


ઉત્પાદન

→ ડાંગરનાં ઉત્પાદનમાં ચીન અગ્રેસર છે.
→ તે ઉપરાંત ભારત, જાપાન, શ્રીલંકા મુખ્ય દેશો ગણી શકાય.
→ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
→ ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત વગેરે જિલ્લામાં થાય છે.
→ ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન આણંદ અને ખેડા જિલ્લામાં થાય છે.


નીંદણ–નિયંત્રણ

→ રોપણી બાદ ફૂટની અવસ્થા દરમિયાન અને ત્યારબાદ પણ ક્યારી ચોખ્ખી રાખવા હાથથી નીંદણ કરતા રહેવું પડે છે.
→ વધુ નીંદણ હોય ત્યાં નીંદણનાશક દવાઓનો ઉપયોગ થાય છે. આ માટે બ્યૂટાક્લૉર 50 ઇસી અથવા બેન્થીઓકાર્બ 50 ઇસી 1.25થી 1.5 કિગ્રા. સક્રિય તત્વ અથવા પેન્ડીમિથાલીન (30 ઇસી 1.5 થી 2.00 કિગ્રા. સક્રિય તત્વ)વાળું 500 લિટર પાણીમાં બનાવેલ દ્રાવણ હેક્ટર દીઠ રોપણી પછી તરત છંટાય છે અથવા ક્યારીમાંથી પાણી નીતર્યા બાદ રેતી સાથે દવાને ભેળવી ક્યારીમાં વ્યવસ્થિત વેરવું.



ડાંગરમાં રોગો

→ બ્લાસ્ટ
→ પાનનો જાળ
→ ગલત આંજિયો


જાતો

→ સાઠી 34-36
→ સુખવેલ-20
→ ઝિનિયા-31
→ કમોદ-118
→ જીરાસાળ-280
→ પંખાળીં-203
→ કોલમ-42
→ નવાગામ-19
→ આઇઆર-8, આઇઆર-22, આઇઆર-28, આઇઆર-66
→ રત્ના
→ જીઆર-3, જીઆર-4, જીઆર 5, જીઆર-6, જીઆર-11, જીઆર-101 (સુગંધીવાળા), જીઆર-102 (સુંગંધીવાળા)
→ અંબિકા (સુગંધીવાળા)
→ ક્ષારપ્રતિકારક જાત એસએલઆર-51214નો સમાવેશ થાય છે.
→ બાસમતી
→ કસ્તુરી
→ સારિયું
→ G.A.U.R.
→ સુતરસાળ
→ I.R.
→ મસુરી
→ જયા
→ વિજયા
→ K-52
→ ફાર્મોસા
→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post