→ તેનું વૈજ્ઞાનિક નામ Diospyros melanoxylon Roxb. છે.
→ ઉષ્ણકટિબંધનાં શુષ્ક તેમજ ભેજયુક્ત પર્ણપાતી જંગલોમાં સાગ, હળદરવો, સાદડ અને આમળાંની સાથે ઊગતું મધ્યમ કદથી માંડીને વિશાળ કદના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે.
→ તેની ઊંચાઈ 18.0 થી 24.0 મી.ની અને પરિઘ લગભગ 2.1 મી. જેટલો હોય છે.
→ તેનાં પર્ણો 4 – 20 x 3 – 10 સેમી. લાંબાં અંડાકાર કે દીર્ઘવૃત્તીય (elliptic) કે લાંબા ભાલાકાર (lanceolate), પ્રતિઅંડકાર (obovate) હોય છે. ઓછા વરસાદવાળા પ્રદેશમાં પર્ણો ટૂંકાં અને પાતળાં હોય છે. જ્યારે વધારે વરસાદવાળી ફળદ્રૂપ ભૂમિમાં થતાં ટીમરુનાં પર્ણો કદમાં મોટાં હોય છે.
→ ટીમરુનું રસકાષ્ઠ (sapwood) આછા ગુલાબી-ભૂખરાથી આછા ગુલાબી-બદામી રંગનું હોય છે.
→ તેનું અંત:કાષ્ઠ (heartwood) કાળા રંગનું હોય છે અને તેમાં ઘણી વાર જાંબલી અથવા બદામી લિસોટાઓ જોવા મળે છે.
→ બળતણ માટે સારું કાષ્ઠ છે. તેનું કૅલરી મૂલ્ય રસકાષ્ઠ 4957 કૅલરી અને અંત:કાષ્ઠ 5030 કૅલરી છે.
→ તેનો રમકડાં, શોભાયુક્ત વસ્તુઓ તેમ જ અંદરની ગૃહસજાવટ માટે ખૂબ ઉપયોગ થાય છે.
→ ટીમરુનાં પાદડાઓનો ઉપયોગ બીડી ઉદ્યોગમાં થાય છે.
→ ટીમરુ અથવા અકમોલ અથવા સ્વર્ણામ્ર એ એક પીળા, નારંગી કે લાલ રંગ ધરાવતું મીઠા સ્વાદવાળું ફળ હોય છે. આ ફળનો આકાર ૦.૫ લઇને ૪ ઇંચ સુધીનો ગોળાઇમાં હોય છે. ભારત દેશમાં આ ફળનું મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર (ખાનદેશ) અને ગુજરાત (દક્ષિણ-પૂર્વ પટ્ટીમાં) રાજ્યોમાં, ખાસ કરીને વિંધ્યાચળના પહાડી પ્રદેશમાં, ઉત્પાદન લેવામાં આવે છે.
→ ટીમરુના ફળની ચટણીનો ઉપયોગ માછલીને હંગામી રીતે સંમોહિત કરવામાં વપરાય છે.
→ ટીમરુનું લાકડું ટકાઉ હોવાથી હળ, કૃષિ ઓજારો અને બળદગાડાં બનાવવા માટે ઉપયોગી છે.
→ ટીમરુના સૂકા પાંદડાઓનો ઉપયોગ મુત્ર, ત્વચા અને રુધિરના રોગો મટાડવા માટે થાય છે.
→ ટીમરુ તૂરો, કડવો, ઉષ્ણ, મધુર અને વાયુ તથા વ્રણનો નાશકર્તા. રેચક, કફપિત્તશામક, મૂત્રલ, સ્તંભક, શોથહર, રક્તશુદ્ધિકર, વીર્યપુષ્ટિકર અને જ્વરરોધી છે.
→ તે શીળસ, તાવ, શીઘ્રપતન, પ્રદર તથા ત્વચાવિકારો મટાડે છે.
→ તેનાં પાકાં ફળ મધુર, સ્નિગ્ધ, કફકર તથા વાયુ, પ્રમેહ, પિત્ત, રક્તરોગ, શ્વેતપ્રદર, ઝાડા તથા શ્વાસ મટાડનારાં છે.
→ તે મૂળ લકવો, જીભની જકડાટ, અગ્નિદગ્ધ વાળની જૂ તથા વિસ્ફોટ મટાડે છે.
→ છાલ સંકોચક હોય છે. છાલનો ઉકાળો અતિસાર અને અર્જીણમાં ઉપયોગી છે.
→ સૂકાં પુષ્પો મૂત્ર, ત્વચા અને રુધિરના રોગોમાં ઉપયોગી છે.