દાભ | Saccharum spontaneum

દાભ
દાભ

→ અંગ્રેજી નામ : Tiger grass

→ વૈજ્ઞાનિક નામ: Saccharum spontaneum

→ દાભને દર્ભ અથવા દાભડો તરીકે ઓળખવામાં આવે છે.

→ તે બહુવર્ષાયુ પ્રકારનું નીંદણ છે એટલે કે તેનું જીવનચક્ર બે વર્ષ કરતા વધારે વર્ષોનું હોય છે.

→ આ નીંદણનો ફેલાવો તેના મૂળની વૃધ્ધિ તેમજ બી દ્વારા થાય છે.


નિયંત્રણના ઉપાયો


યાંત્રિક પધ્ધતિ

→ ટ્રેકટર દ્વારા ઊંડી ખેડ કરી તેના મૂળીયા ભેગા કરી નાશ કરવો.

→ થોડા વિસ્તારમાં હોય તો કોદાળીથી ખોદીને નાશ કરવો.

→ તેના મૂળ જમીનમાં ખૂબ ઉડે સુધી પ્રસરેલા હોઈ રહી ગયેલા મૂળ ફરીવાર ફૂટી નીકળે છે તેથી આ પધ્ધતિ વારંવાર અપનાવવાથી વધુ ખર્ચાળ બને છે.


રાસાયણિક પધ્ધતિ

→ દાભના નિયંત્રણ માટે ગ્લાયફોસેટ ૪૧% SL કે જે બજારમાં રાઉન્ડ અપ, ગ્લાયસેલ, વિનાશ, નોવીડ, ગ્લાયટાફ કે વીડોફના નામે ઉપલબ્ધ છે, જેમાં સક્રિયતત્વ ગ્લાયફોસેટ હોય છે.

→ ગ્લાયફોસેટ ૪૧% SL સક્રિય તત્વ ધરાવતી બજારૂ નીંદણનાશકના ૧ ટકાનું દ્રાવણ (૧૦ લિટર પાણીમાં ૨૫૦ મિ.લિ. તથા ૧૫૦ થી ૨૦૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર) અથવા ગ્લાયફોસેટ ૭૧% SG (૧૦ લિટર પાણીમાં ૧૪૦ ગ્રામ) ફલડજેટ અથવા ફલેટફેન પ્રકારની નોઝલ દ્વારા કુમળા દાભ પર છંટકાવ કરવો.

નીચે દર્શાવેલ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાથી દાભનું ૧૦૦ ટકા નિયંત્રણ કરી શકાય છે.
→ જૂન મહિનામાં દાભના છોડને જમીનની સપાટીએથી કાપી નાખવા.

→ દાભને કાપ્યા બાદ નવો ફૂટેલો દાભ ૩૦ સે.મી. જેટલી ઉંચાઈનો થાય ત્યારે ઉપરોક્ત નીંદણનાશકનો ઉપયોગ કરવો.

→ વરસાદ પડવાની શક્યતા હોય અથવા ચાલુ વરસાદ હોય ત્યાં આ નીંદણનાશકનો છંટકાવ કરવો નહી

→ ફલડજેટ અથવા ફલેટફેન નોઝલ વાપરવી

→ છોડ સંપૂર્ણ પલળે તે રીતે છંટકાવ કરવો.

→ નીંદણનાશકની અસર ૮-૧૦ દિવસ પછી જણાશે તે દરમ્યાન અને ત્યારબાદ ૮-૧૦ દિવસ સુધી તેમાં કોઈ ખેતીકાર્યો કરવા નહીં.

→ આ નીંદણનાશક શોષક પ્રકારની હોવાથી તેના છંટકાવ વખતે અન્ય ઉપયોગી પાક, છોડ ઉપર પડે નહી તેની ખાસ કાળજી રાખવી.

→ બે વર્ષ સુધી આ પ્રયોગ કરવાથી દાભનો સંપૂર્ણ નિકાલ કરી શકાય છે.


સ્ત્રોત : નીંદણ વ્યવસ્થાપન 2021, AAU
→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post