બ્રોઈલર પક્ષી એકમ સ્થાપના પર સહાય તથા સ્ટાઈપેન્ડ યોજના.

બ્રોઈલર પક્ષી એકમ સ્થાપના પર સહાય તથા સ્ટાઈપેન્ડ યોજના.
બ્રોઈલર પક્ષી એકમ સ્થાપના પર સહાય તથા સ્ટાઈપેન્ડ યોજના.

→ લાભાર્થીએ જાતિ અંગેના પ્રમાણપત્રો અરજી સાથે રજુ કરવાના રહેશે

→ દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર

→ આવકના પુરાવા (ગરીબી રેખા હેઠળના ગ્રામીણ તથા શહેરી ગરીબનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર) અરજી સાથે રજુ કરવાના રહેશે.

→ આ યોજનામાં ગરીબી રેખા હેઠળના ઇસમો તથા મહિલાઓને પ્રાધાન્ય આપવાનું રહેશે.

→ લાભાર્થીએ મરઘાંપાલન ની ૬ દિવસની તાલીમ મેળવેલ હોવી જોઇએ.

→ ૧૦૦૦ બ્રોઈલર પક્ષી એકમ સ્થાપના પર સહાય માટે કોઇ પણ મરઘાંપાલન તાલીમ મેળવેલ હોવી જોઈએ.



→ ગુજરાત રાજ્યના આદિજાતિ,અનુસુચિત જાતિ અને સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લાભાર્થીને ૨૫ આર.આઈ.આર./કડાકાનાથ પક્ષી એકમ માટે સહાયની યોજના

સહાયનું ધોરણ : કુલ ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૬૦૦૦/- ની સહાય વસ્તુ સ્વરૂપે (૨૫ આર.આઈ.આર. પક્ષી+ મરઘાં આહાર)

ઘટકના પુન: લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં): એક કુટુંબના એક સભ્યને લાભ આપી શકાશે. ત્રણ વર્ષ બાદ તે જ કુટુંબ ને પુનઃ લાભ આપી શકાશે



→ અનુસુચિત જાતિ, આદિજાતિ, આર્થિક રીતે નબળા વર્ગના લોકો તથા દિવ્યાંગ લાભાર્થી માટે મરઘાંપાલન તાલીમ સ્ટાઈપેન્ડ યોજના.

સહાયનું ધોરણ : નાણા સ્વરૂપે- (RTGS NEFT)મહત્તમ રૂ. ૨૦૦૦/-

ઘટકના પુન: લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં) : એક કુટુંબના એક સભ્યને લાભ આપી શકાશે.



→ ગુજરાત રાજ્યના અનુસુચિત જાતિના લાભાર્થીને ૧૦૦૦ બ્રોઈલર પક્ષી એકમ માટે સહાયની યોજના

સહાયનું ધોરણ : કુલ ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૮,૧૫,૦૦૦/- નાણા સ્વરૂપે (DBT)

ઘટકના પુન: લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં) : એક કુટુંબના એક સભ્યને આજીવન એક જ વાર લાભ આપી શકાશે.



ગુજરાત રાજ્યના દિવ્યાંગ લાભાર્થીને ૪૦ આર.આઈ.આર. પક્ષી એકમ માટે સહાયની યોજના.

સહાયનું ધોરણ : કુલ ખર્ચના ૯૦% અથવા મહત્તમ રૂ. ૧૦૮૦૦/- ની સહાય વસ્તુ સ્વરૂપે (૪૦ આર.આઈ.આર. પક્ષી+ મરઘાં આહાર)

ઘટકના પુન: લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં) : એક કુટુંબના એક સભ્યને લાભ આપી શકાશે.



ગુજરાત રાજ્યના અનુસુચિત જાતિના લાભાર્થીને ૧૦૦ બ્રોઈલર પક્ષી એકમ માટે સહાયની યોજના.
સહાયનું ધોરણ : કુલ ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૩૬૦૦૦/- નાણા સ્વરૂપે (RTGS NEFT)

ઘટકના પુન: લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં) : એક કુટુંબના એક સભ્યને લાભ આપી શકાશે.


કેવી રીતે અરજી કરવી
ઘનિષ્ઠ મરઘાં વિકાસ ઘટક- જિલ્લા મરઘાં વિસ્તરણ કેન્દ્ર ખાતે મરઘાં પાલન તાલીમ મેળવ્યા બાદ ઓનલાઈન https://ikhedut.gujarat.gov.in પોર્ટલ મારફતે અરજી કરવાની રહેશે.
→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post