દેશી બાવળ (Deshi Babool)
દેશી બાવળ (Deshi Babool)
→ વૈજ્ઞાનિક નામ : Acacia nilotica
→ બાવળ સમગ્ર ભારતમાં વધુ વરસાદ સિવાયના વિસ્તારોમાં તથા ગુજરાતમાં શેઢા પાળા તથા ગૌચરમાં કે તલાવડીઓમાં જોવા મળે છે.
→ બાવળની છાલ તથા ફળમાં 10 થી 20 ટકા ટેનીન રહેલું છે. તેનો ઉપયોગ ચામડું બનાવવામાં થાય છે.
→ તેનો ઉપયોગ શાહી બનાવવા, રંગ ઉદ્યોગમાં તથા મીઠાઈ અને દવા બનાવવામાં થાય છે.
→ તેના પાન અને ફળોનો ઉપયોગ ઘેટાં-બકરાં તથા ભેંસોના ચારામાં થાય છે.