સીમારુબા (Simarouba)
સીમારુબા (Simarouba)
→ વૈજ્ઞાનિક નામ: Simarouba glauca
→ સીમારુબાનું વૃક્ષ હંમેશા લીલું જોવા મળે છે. તેના પર્ણ ઘાટા લીલા, જાડા અને ચમકદાર હોય છે અને તેને દર વર્ષે ફૂલ આવે છે.
→ સીમારુબાનું તેલ ખાવા માટે ઉપયોગમાં આવે છે. આ તેલ કોલેસ્ટ્રોલ ધરાવતું નથી. જેથી હૃદયરોગના દર્દીઓ માટે ઉપયોગી છે.
→ સીમારુબાનું તેલ ઔદ્યોગિક તેલ અને બાયોડીઝલ તરીકે વપરાય છે.
→ સીમારુબાનું સૂકું લાકડું હલકા ફર્નિચર અને પેકિંગમાં તેમજ દિવાસળીના ઉદ્યોગમાં વાપરવામાં આવે છે.
→ વૃક્ષની છાલમાં સીમારુબા આલ્કાલોઈડ હોય છે. જે ઝાડા અને મલેરિયાની સારવારમાં ઉપયોગી છે.
→ સીમારુબા વૃક્ષના સૂકા પાંદડા જમીનમાં ભળવાથી જમીનની ફળદ્રુપતા વધે છે.