→ દ્વિદળી વર્ગમાં આવેલા મેલિયેસી કુળની એક વનસ્પતિ.
→ લીમડાને ભારતના સોનેરી રાષ્ટ્રીય વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે.
→ લીમડાનું વૃક્ષ ઘટાદાર, મધ્યમ કે મોટા કદનું સદાપર્ણી અને હંમેશા હરિયાળું હોય છે.
→ લીમડો એ 'વન્ય' વૃક્ષ નથી છતાં શિવાલિકાની ટેકરીઓ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકનાં સૂકાં જંગલોમાં ‘વન્ય’ વૃક્ષ તરીકે મળી આવે છે.
→ સમગ્ર ભારતમાં લીમડાનું વાવેતર સૂકા પ્રદેશોમાં કરવામાં આવે છે.
→ છાલ ભૂખરી અથવા ઘેરી ભૂખરી, ખરબચડી અને અંદરની બાજુએ લાલાશ પડતી બદામી હોય છે અને ત્રાંસી તિરાડો ધરાવે છે.
→ છાલ દ્વારા સ્વચ્છ, ચમકદાર, કેરબો (amber) રંગના ગુંદરનો સ્રાવ થાય છે, લીમડાની છાલમાંથી મળી આવતા ગુંદરને ‘ઈસ્ટ ઈન્ડિયા ગમ' કહે છે.
→ ધ સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટિટયુટ ચેન્નઈ દ્વારા કાચા ચામડા બનાવવા માટે લિંબોળીના તેલમાંથી પ્રાપ્ત થયેલા કાર્બનિક સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે.
→ તેના ફળને ‘લિંબોળી’ કહે છે.
→ લિંબોળીના તેલના મુખ્ય ઘટકોની એક વધારાની નીપજ નિમ્બિડોલ છે. તે મેદદ્રાવ્ય, કડવો અને ગંધયુક્ત ઘટક છે.
→ લિંબોળીમાંથી તેલ કાઢી લીધા પછી જે ભાગ વધે છે, તેને લિંબોળીનો ખોળ કહે છે.
→ કાષ્ઠનો ઉપયોગ ફર્નિચર, ગાડાં, ધરીઓ, ધૂંસરી, નાયડી (nave), નેમિ (felloes), પાટિયાં, કૅબિનેટ, ડ્રૉઅરનાં ખાનાં, સુશોભિત છત, સિગાર-પેટી, કોતરેલી મૂર્તિઓ, રમકડાં, ડ્રમ, હલેસાં અને વહાણનું સુકાન બનાવવામાં, વહાણ કે હોડીના બાંધકામમાં અને કૃષિવિદ્યાકીય સાધનો બનાવવામાં થાય છે. તેનું કાષ્ઠ 5 મી.ના અંતરના પુલ બનાવવામાં ઉપયોગી છે. પટારા કે ખાનાંઓવાળી પેટીઓ આ કાષ્ઠમાંથી બનાવાય છે અને તે જંતુ-રોધી (pest-proof) હોય છે.
→આયુર્વેદ અનુસાર લીમડો ઠંડો, કડવો, લઘુ, ગ્રાહક, તીખો, અગ્નિમાંદ્યકારક, સોજાને મટાડનાર, વ્રણશોધક, બાળકોને હિતકર અને હૃદ્ય છે. તે કફ, વ્રણ, સોજો, કૃમિ, ઊલટી, પિત્ત, હૃદયદાહ, વાયુ, કોઢ, શ્રમ, તૃષા, અરુચિ, રક્તદોષ, ઉધરસ, તાવ અને મેદનો નાશ કરે છે.
→લીમડામાંથી બનાવાતાં પ્રસિદ્ધ ઔષધોમાં પંચનિંબાદિ ચૂર્ણ, પંચગુણ તેલ, નિંબાદિ ઘૃત, નિંબવટી અને નિંબતેલનો સમાવેશ થાય છે. બકાન લીમડો (Melia azadirachta, કુળ – મેલિયેસી) અને મીઠો લીમડો (Murraya koenigii, કુળ રુટેસી) આ લીમડાથી તદ્દન ભિન્ન એવી વનસ્પતિઓ છે.
→ લીમડાના લીલા પાનનો ચારો પૌષ્ટિક હોય છે. જેનો જાનવરોના ખોરાક તરીકે ઉપયોગ થાય છે.
→ લીમડાનો ઉપયોગ જૈવિક જંતુનાશક દવા તરીકે થાય છે.
→ લીમડાની લીંબોળીમાં એજાડીરેકટીન નામનું તત્વ રહેલ છે. જેનો કીટનાશક દવાઓ બનાવવા માટે ઉપયોગ થાય છે.
→ લીમડાના પાન, લીંબોળી તથા લીંબોળીના ખોળનો ઉપયોગ ખેતરોમાં સેન્દ્રિય ખાતર તરીકે તેમજ ઊધઈ તથા કૃમિના નિયંત્રણમાં થાય છે.