કરંજ (Pongemia)
કરંજ (Pongemia)
→ વૈજ્ઞાનિક નામ : Pongemia pinnata
→ કરંજનું ઝાડ ઝડપથી ઉગતું મધ્યમ કદનું અને ફેલાતા ઘેરાવાળું હોય છે.
→ 20-25 મીટર સુધીની ઊંચાઈ ધરાવે છે.
→ કરંજના બીજમાંથી તેલ નીકળે છે. આ તેલ ચામડીના રોગની સારવાર માટે, સાબુ-મીણબત્તી બનાવવા, ઊંજણ તરીકે તેમજ ડીઝલ એન્જિનના બળતણ તરીકે ઉપયોગી છે.
→ કરંજના ખોળનો ઉપયોગ ખાતર તરીકે થાય છે તેમજ પાંદડાનો ઉપયોગ લીલા પડવાશ તરીકે થાય છે.