વિશ્વ વ્યાપાર સંગઠન (World Trade Organization) (WTO)
વિશ્વ વ્યાપાર સંગઠન (World Trade Organization) (WTO)
→ સ્થાપના : 1 જાન્યુઆરી, 1995
→ સભ્ય દેશો : 164
→ સત્તાવાર ભાષા: અંગ્રેજી, સ્પેનિશ અને ફ્રેન્ચ
→ દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી વિશ્વ વ્યાપારને ઉત્તેજન આપવા માટે વર્ષ 1947માં 23 દેશોએ મળીને GATT (જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ) ની રચના કરી હતી.
→ ગેટના ડાયરેકટર જનરલ આર્થર ડંકેલ દ્વારા એક ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો.
→ આ ખરડાને વિકાસશીલ દેશો દ્વારા વર્ષ 1994માં સ્વીકારાયો હતો.
→ આમ, 1 જાન્યુઆરી 1995ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠન અસ્તિત્વમાં આવ્યું હતું.
→ વિશ્વ વ્યાપાર સંગઠનનું કાર્ય વિશ્વ વ્યાપાર અને વિદેશી રોકાણના પ્રવાહ પર સતત નજર રાખવાનું છે.
→ વડુમથક : જીનિવા, સ્વિટ્ઝર્લેન્ડ
Website :https://www.wto.org/