→ FCIની સ્થાપના વર્ષ 1965માં ફૂડ કોર્પોરેશન એક્ટ, 1964 હેઠળ થઈ હતી.
→ વડુમથક : દિલ્હી
→ 1965માં પ્રથમવાર રાજ્યવાર રીતે થંજાવુર (તમિલનાડુ)માં તેની ઓફિસ શરૂ કરવામાં આવી હતી.
→ જેના મુખ્ય કાર્યોમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદવી, જાહેર વિતરણ પ્રણાલી (PDS)માં અનાજનું વિતરણ કરાવવું, બફર સ્ટોક જાળવવો, ગ્રાહકોને બજારમાં યોગ્ય ભાવે અનાજ મળી રહે તેવી વ્યવસ્થા કરવી વગેરેનો સમાવેશ થાય છે.
→ ઓગસ્ટ, 2014માં ભારતીય ખાદ્ય નિગમના પુનર્ગઠન વિશે ભલામણો કરવા માટે શાંતાકુમારની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમિતિ (HLC) રચવામાં આવી હતી. જેની ભલામણો નીચે મુજબ છે.
→ ટેકાના ભાવે અનાજના ખરીદ-વેચાણમાં પૂરતો અનુભવ ધરાવતા રાજ્યોને આ કાર્ય સોંપી દેવું જોઈએ.
→ ભારત સરકારે દાળ અને તેલ ઉપલબ્ધ કરાવતા પદાર્થોની પણ MSP જાહેર કરવી જોઈએ.
→ અનિવાર્ય કાનૂની કર એકસમાન રૂપે 3% કરી દેવો જોઈએ અથવા MSP ના 4% સુધી કરી દેવો
→ એક ઓટોમેટિક કમ્પ્યૂટરાઈઝડ્ ખાદ્યાન્ન સંચાલન વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.
→ મજૂરો (Contract Labours) ને સુવિધાઓ પૂરી પાડવી જોઈએ.
→ ખાદ્યાન્નોના પેકિંગમાં શણના કોથળાની જગ્યાએ HDPE (High Density Polyethylene) નો ઉપયોગ કરવો જોઈએ.