→ આ ઉપરાંત, સિલીગુડી, જલંધર તથા ઈરોડમાં પ્રાદેશિક કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં.
→ ગાય, બળદ અને ભેંસના વિકાસ માટે સરકાર દ્વારા ચાર પ્રજનન ક્ષેત્રો રોહતક, અમદાવાદ, ઑગોલ અને અજમેરમાં કેન્દ્રીય પશુસમૂહ નોંધણી એકમની સ્થાપના કરવામાં આવી છે. જે ગાય અને ભેંસના પ્રજનન કાર્યક્રમ માટે ઉત્તમ જાતિના સાંઢના વીર્યનું ઉત્પાદન તથા વિતરણનું કાર્ય કરે છે.
→ આ પૈકી એક ફાર્મ ગુજરાતના સુરત જિલ્લાના ધામરોડ ખાતે આવેલું છે જ્યાં સુરતી ભેંસનું પ્રજનન કાર્ય થાય છે.
→ આ સિવાય સૂરતગઢ (રાજસ્થાન), ચિપલીમાં અને સુનાબેડા (ઓડિશા), હૈસરથટ્ટા (કર્ણાટક), અલ્માડી (તમિલનાડુ) અને અંદેશનગર (ઉત્તરપ્રદેશ)માં પ્રજનન ફાર્મ આવેલા છે.