અંજન (Hardwickia)
અંજન (Hardwickia)
→ વૈજ્ઞાનિક નામ : Hardwickia binata
→ અંજન 15 થી 20 મીટર સીધુ ઊંચુ વધતું, મધ્યમ વૃદ્ધિ, ઓછી ડાળીઓ ધરાવતું મજબૂત અને બહુ ઉપયોગી વૃક્ષ છે.
→ અંજનના વૃક્ષને ઉત્તર ગુજરાતનું શુષ્ક અને અર્ધશુષ્ક હવામાન અનુકુળ આવે છે.
→ અંજનનું લાકડું ઈમારતી, મજબૂત અને ટકાઉ હોવાથી પુલ બનાવવા, ઘરકામમાં તથા ખેતી ઓજારો બનાવવામાં વપરાય છે.
→ તેની છાલ દોરડા અને કંતાન બનાવવામાં ઉપયોગી છે અને તેની ડાળી-ડાળખાનો માવો બને છે જે લખાણ અને છાપકામના કાગળ બનાવવામાં ઉપયોગી છે.