ટ્રાઇબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ. | TRIFED
byDigvijay Pargi -
0
ટ્રાઇબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ. | TRIFED
ટ્રાઇબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ. | TRIFED
→ TRIFEDનું પૂરું નામ : Tribal Co-Operative Marketing Development Federation of India Ltd
→ જનજાતીય લોકોનું ખાનગી વ્યાપારીઓથી શોષણ અટકાવવા અને તેમના દ્વારા તૈયાર કરેલ વસ્તુઓનું સારું મૂલ્ય અપાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા વર્ષ 1987માં તેની સ્થાપના કરવામાં આવી.
→ વડુમથક : દિલ્હી
→ વર્ષ 1988થી કાર્યરત TRIFEDને વન ઉત્પાદનના એકત્રીકરણ, પ્રોસેસિંગ, સંગ્રહ અને વિકાસની પ્રમુખ એજન્સી જાહેર કરવામાં આવેલ છે.
→ ઘઉં તથા અનાજની સરકારી ખરીદી માટે TRIFED એ ભારતીય ખાદ્ય નિગમ (FCI) ના એજન્ટના રૂપમાં કામ કરે છે.
→ બજાર વિકાસકર્તા સેવા પ્રદાતા તરીકે TRIFEDનો ઉદ્દેશ આદિવાસીઓ દ્વારા કરાતાં ઉત્પાદનના માર્કેટિંગ દ્વારા તેમનો આર્થિક અને સામાજિક વિકાસ કરવાનો છે.
→ કૃષિ ઉત્પાદનોના મૂલ્યમાં વધ- ઘટથી થતાં નુકસાનની ભરપાઈ માટે કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રાલય તેને સહાય આપે છે.